વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 108 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક સફેદ કલરની વરના કારનો ચાલક પોલીસને જોઈ પોતાની કાર રેઢી મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 108 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે કુલ રૂ. 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક હ્યુન્ડાઇ કંપનીની વરના કાર નંબર GJ 11 S 8188 નો ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી જતા પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની 108 બોટલ (કિંમત રૂ. ૪૩,૨૦૦) મળી આવી હતી, જેથી પોલીસે વિદેશી દારૂ તથા કાર સહિત કુલ રૂ. 4,43,200 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. પી.‌ સોનારા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઈ ચાવડા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર, અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો….


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt