વાંકાનેર તાલુકાના લાલપર ગામે માવતરે રહેતી એક પરિણીત મહિલાને ચંદ્રપુર ગામના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા અવારનવાર કરિયાવર બાબતે મહેણાંટોણાં મારી શારીરીક તથા માનસીક દુ:ખ ત્રાસ આપતાં બાબતે મહિલાએ સાસરીયા પક્ષના આરોપીઓ સામે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે પિતાને ઘરે રહેતા ગુલનાજબેન હુસેનભાઇ કડીવારના લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે થયા હોય, જેમાં લગ્ન જીવનમાં સાસરિયા પક્ષ દ્વારા થોડો સમય ગુલનાજબેનને સારી રીતે રાખ્યા બાદ પતિ વશીમભાઇ યુસુફભાઇ ખોરજીયા અને સસરા યુસુફભાઇ અમીભાઇ ખોરજીયા દ્વારા ‘ તું ઓછો કરીયાવર લાવી છો ‘ કહી અવારનવાર મહેણાંટોણાં મારી શારીરીક તથા માનસીક દુ:ખ ત્રાસ આપતા ગુલનાજબેનને પિતા સહિતના માવતરપક્ષ દ્વારા સમાજ રાહે સમાધાનના પ્રયાસો કર્યા હતા, જેમાં નિષ્ફળતા મળતા અંતે મહિલાએ પતિ અને સસરા સામે મોરબી મહિલા પોલીસ મથકમાં આઇપીસી કલમ 498(ક) અને 114 મુજબ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt