વાંકાનેર સીટી પોલીસ ટીમની રેસ્ક્યુ કામગીરી દરમિયાન દસ દિવસના બાળકનું પરિવાર સાથે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા…
બિપરજોય વાવાઝોડા અનુસંધાને ગઇકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર સિટી પોલીસના જાંબાજ મહિલા પોલીસકર્મીઓ દ્વારા ખડીપરા વિસ્તારમાં દસ દિવસના નાના બાળકથી લઇને વૃદ્ધાનો સહારો બની સુરક્ષિત આશ્રયસ્થાનમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના નવાપરામાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખડીપરા વિસ્તારમાં એક વૃદ્ધા ચાલવામાં અસમર્થ હોય, જેથી બે મહિલા પોલીસકર્મીઓએ તેમને ઊંચકીને વૃદ્ધાનો ટેકો બની તેમને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના આશ્રયસ્થાનમાં રેસક્યું કર્યા હતા…
આવી જ રીતે બીજી તરફ એક સગર્ભા અને તેના દસ દિવસનું કુમળું બાળક પણ વાવાઝોડા સામે અસુરક્ષિત હોવાની જાણ થતાં તાત્કાલિક વાંકાનેર સિટી પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને બાળકને હવામાનની અસર ન થાય તે પ્રકારે ઢાંકીને સુરક્ષિત રીતે તેની માતા અને અન્ય પરિજનો સાથે રેસક્યું કરી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના આશ્રયસ્થાનમાં રેસ્ક્યુ કરી સંકટ સમયે શ્રેષ્ઠ કામગીરી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC