એ.પી.એમ.સી. વાંકાનેર સંચાલિત બંને યાર્ડમાં પ્રિમોન્સુન કામગીરી કરવા વહીવટદારને લેખિતમાં રજૂઆત કરતા શકીલ પીરઝાદા….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા વાંકાનેર એપીએમસીના વહીવટદારને વાંકાનેરના ચંદ્રપુર ખાતેના મુખ્ય યાર્ડ અને વાંકાનેર શહેરમાં આવેલ દાણાપીઠ સબયાર્ડ ખાતે પ્રીમોન્સૂન કામગીરી કરવા બાબતે લેખિતમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે…
બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થયેલી છે, આ પરિસ્થિતિ પૂર્ણ થયા પછી તાત્કાલિક ધોરણે મુખ્ય યાર્ડ અને સબયાર્ડ ખાતે પ્રીમોન્સૂન કામગીરી કરવી જરૂરી બની રેહશે. જેમાં ચોમાસુ આવી ચૂક્યુ છે, મુખ્ય યાર્ડ (ચંદ્રપુર) ખાતે વરસાદ સમયે ખેડૂતો અને વેપારીઓનો શેડમાં રહેલો માલ ન પલળે તે બાબતની તકેદારીરૂપે, છાપરામાં ક્યાંય કાણા પડ્યા હોય કે સાંધા હોય ત્યાંથી જો પાણી ટપકતું હોય તો તે સમારકામ કરવા તથા શેડમાંની છાપરાનું પાણી નીચે લાવતી પાઈપલાઇન તૂટી ગઈ હોય તો તે રીપેર કરવામાં માંગ કરવામાં આવી છે…
વધુ વરસાદ થતા મુખ્ય યાર્ડ ખાતે મેઇન ગેટ પાસે વોકળામાં પાણી ભરાઈ જાય છે. આ વોકળાની વરસાદ પહેલા જ યોગ્ય સફાઈ કરવામાં આવે જેથી વોકળામાં વધુ પાણી ભરાય તો પણ યાર્ડના રસ્તા પર ઉપર પાણી ન આવે અને યાર્ડમાં પાણી ન પ્રવેશે. તેમજ મુખ્ય યાર્ડની તમામ ગટરોની સફાઈ કરવામાં આવે જેથી વરસાદ દરમિયાન આ ગટરો જામ ન થાય.
મુખ્ય યાર્ડ (ચંદ્રપુર) તથા સબયાર્ડ (દાણાપીઠ) ખાતે તમામ ઇલેક્ટ્રિસિટી વાયરીંગ ચેક કરવામાં આવે તથા જરૂર જણાય ત્યાં રીપેર કરવામાં આવે અથવા બદલવામાં આવે, જેથી વરસાદ દરમિયાન શૉર્ટ સર્કિટનો ભય ન રહે, જેથી આ બાબતે ઘટતું કરી અને મુખ્ય યાર્ડ (ચંદ્રપુર) અને સબયાર્ડ (દાણાપીઠ) ખાતે પ્રીમોન્સૂન કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC