વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર પાછલા ભુખ્યાને ભોજન સંકલ્પ હેઠળ વિના મુલ્યે ટિફિન સેવા આપતી સંસ્થા એસ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઇન પીરઝાદા તથા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળાએ આજરોજ વાંકાનેર પ્રાંત અધિકારીશ્રીની મુલાકાત લઇ જરૂર પડ્યે તમામ સહયોગ અને સહકાર આપવાની ખાત્રી આપી અને વાવાઝોડાના અસરગ્રસ્તો માટે જરૂર પડ્યે મદદ માટે તૈયારી શરૂ કરી હતી…

આ સાથે જ હાલ એસ.એમ.પી. ગ્રુપ તથા વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય દ્વારા લીંબાળા ગામે અનાથાશ્રમના ભવનમાં 70 જેટલા અસરગ્રસ્તો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા ઉભી કરી હોય તથા એસ.એમ.પી. ગૃપની એમ્બ્યુલન્સ સેવા અસરગ્રસ્તો માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે, અને દવા તથા જરૂરી ચીજ વસ્તુઓની હેરફેર માટે બેટરી વાળા વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!