વાંકાનેર શહેર પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-પંચાસર રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ રોકડ રકમ રૂ. 10,300 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કો. કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ મહાદેવ મંદિર નજીક દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટ અજવાળે જુગાર રમતા ૧). નવઘણભાઈ કાળુભાઈ દેત્રોજા,

૨) રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા, ૩). હર્ષભાઈ ધીરુભાઈ સેટાણીયા, ૪) મનોજભાઈ શામજીભાઈ દેકાવાડીયા અને ૫) વિજયભાઈ વસંતભાઈ દલસાણીયાને રૂ. 10,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પી.આઈ કે.એમ.છાસીયા, પીએસઆઇ હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, તાજુદ્દીન શેરસીયા, ધર્મરાજ કીડીયા, કૃષ્ણરાજસિંહ ઝાલા, સંગીતાબેન નાકિયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!