વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સિરામીક ફેક્ટરીમાં ગેસનો બાટલો ફાટતાં ચાર ઈજાગ્રસ્ત…

0

વાંકનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ લેટોજા સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાટરની ઓરડીમાં ગઈકાલ સવારે કોઈ કારણસર ગેસનો બાટલો ફાટતાં ઓરડીમાં આગ લાગી હતી, જેમાં ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ લેટોજા સિરામિક ફેક્ટરીમાં ગઈકાલે ગેસનો બાટલો ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સવારે લેબર ક્વાટરની ઓરડીમાં રહેતા બે મજૂરો ચા બનાવવા જતાં ગેસની નળી લિકેજના કારણે બાટલો ફાટતાં ઓરડીમાં આગ લાગી હતી જેમાં ૧). આશિષ સીધાભાઈ પાલ(ઉ.વ. ૨૦), ૨). કમલેશ રામકારણ પાલ(ઉ.વ. ૩૭),

૩). સિંચન સમેલા પાલ (ઉ.વ. ૧૮), અને ૪). પવન કાલુ પાલ(ઉ.વ. ૧૮, રહે. મૂળ મધ્યપ્રદેશ) ગંભીર રીતે દાઝી જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ મોરબી ક્રિષ્ના હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં તંત્ર ઘટના સ્થળે દોડી જઇ બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR