વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ બંધ ફેક્ટરીમાં ચાલતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 84,000 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા વાળા રસ્તે આવેલ જયકો નામના બંધ કારખાનામાં જુગારધામ ધમધમતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા બંધ ફેકટરીમાં જુગાર રમતા ૧). સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી(રહે-મોરબી પંચાસર રોડ રાજનગર સોસાયટી), ૨). શામજીભાઇ ઉર્ફે સોમાભાઇ વસ્તાભાઇ ચૌહાણ(રહે-નવાગામ લગધીરનગર તા-જી-મોરબી), ૩). રજનીકાંતભાઇ અવચરભાઇ ગોપાણી(રહે-અવની ચોકડી મોરબી ઉમા ટાવર-૨૧૧ મોરબી),

૪). નયનભાઇ જેન્તીભાઇ મકવાણા(રહે-મોરબી ધર્મસીધ્ધી સોસાયટી નીત્યાનંદ સોસાયટીની બાજુમા મોરબી), ૫). પંકજભાઇ ભુદરભાઇ સંધાણી(રહે-મોરબી રવાપર રોડ લોટસ બી-૪૦૧ ફલોરાની બાજુમા મોરબી) અને ૬). રાજેશભાઇ કેસુભાઇ અઘારા (રહે-મોરબી રવાપર રોડ ફલોરા જી-૭૧૩ મોરબી)ને રોકડ રકમ રૂ. 84,000 કબ્જે કરી જુગારધામ સંચાલક સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી સહિત તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!