સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવતા વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓ….

0

સ્પોર્ટ્સમાં સતત પ્રગતિશીલ પ્રદર્શન કરતી વાંકાનેરની દોશી કોલેજ…: બંને વિદ્યાર્થીઓ ભરવાડ સમાજના…

હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં કુલ 21 કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ ટુર્નામેન્ટની ભાઈઓની કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓએ મેદાન મારી એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી વાંકાનેર અને ભરવાડ સમાજનું નામ રોશન કર્યું છે….

વાંકાનેરની દોશી કોલેજમાં અભ્યાસ કરતા રાજાવડલા ગામના ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ 57 કિલો વજનમાં ગોલ્ડ મેડલ મેળવી મેદાન માર્યું હતું જે હવે આગામી સમયમાં નેશનલ લેવલે કુસ્તીમાં ભાગ લેવા માટે કોલાપુર ખાતે જશે. આવી જ રીતે કોલેજના વિદ્યાર્થી બાંભવા અવધ દિનેશભાઈ(વાંકાનેર)એ 86 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજ અને પરિવારનું નામ રોશન કર્યું છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR