વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો….

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 99 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ તમામ એકત્રીત રક્તને વાંકાનેર સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું….

આ મહા રક્તદાન કેમ્પમાં વાંકાનેર મહારાણા શ્રી કેશરીદેવસિંહ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી એ. એચ. શિરેસીયા, આરોગ્ય અધિકારી શ્રી કતીરા સાહેબ, ટી.ડી.ઓ, હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા-જીલ્લા પંચાયત સદસ્યો, મામલતદાર, ભાજપ કાર્યકરો સહિતના ખાસ હાજર રહ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!