તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઇ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાંથી આજે વહેલી સવારે એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ રાજ ગામની સીમમાં આવેલ મકબુલભાઈ અબ્દુલરહીમ કડીવાર (બોરડીવાળા)ની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતાં રવી ડુંગરસિંહ બામનીય (ઉ.વ. ૨૧) નામના એક પરપ્રાંતિય શ્રમિક મજુરની કોઈ શખ્સોએ દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, જેમાં બનાવની જાણ વાડી માલિકને થતાં તેમણે બાબતે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!