વાંકાનેર તાલુકાના ભલગામ પંથકમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ કપાસના પાકમાં કોઈ અજાણ્યો રોગ આવ્યો હોય જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કપાસમાં આવેલ રોગની તપાસ કરવા માંગ કરવામાં આવી છે…
બાબતે ભલગામના ખેડૂત રફીકભાઇ ભોરણીયાએ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના ભલગામના સિમ સર્વે નં. 80 પૈકી 1 તથા 80 પૈકી 2 માં નવાબ નામનાં બિયારણથી કપાસનું વાવેતર કરવામાં આવેલ હોય જેમાં ખેડૂતોને સમજાય નહીં તેવો રોગ આવેલ હોય અને અહીં આજુબાજુમાં ચાર જેટલાં કારખાનામાં પ્રદૂષણના કારણે આ રોગ આવેલ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જેથી બાબતે ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવવા ખેતીવાડી નિષ્ણાંત દ્વારા તપાસ કરાવવા માંગ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1