મોરબી ડીડીઓના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે ગામના મુખ્ય માર્ગ ઉપર વર્ષો જુના દબાણો મોરબી જિલ્લા પંચાયત દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા મુખ્ય રસ્તાના બંને બાજુ દબાણો ઉભા કરેલ હોય, જેના કારણે મુખ્ય રસ્તાનું કામકાજ બંધ પડેલ હતું તેમજ મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો….

આ પરિસ્થિતિના કારણે શાળાએ જતા બાળકો તેમજ મોટી ઉંમરના નાગરિકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં સંપૂર્ણ રસ્તામાં પાંચ ફૂટના પાણી ભરતા હતા, જેથી ગામની બહાર જવું મુશ્કેલ થઈ પડતું હોય, જેના પગલે લોકોને પડતી મુશ્કેલી નિવારવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઇજનેરશ્રી એ. એન. ચૌધરી અને પેટા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કે. કે. ઘેટિયા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો અને આજુબાજુનો વિસ્તાર ખુલ્લો કરાવવામાં આવ્યો હતો…

તંત્ર દ્વાર દબાણ કર્તાઓને નોટીસો આપવા છતાં પણ સ્વેચ્છાએ દબાણો દુર કર ન કરતાં, છેવટે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી દબાણો દુર કરાવવામાં આવ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!