વાંકાનેર પાટીદાર મહિલા મંડળ દ્વારા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન-રાજકોટ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ – રાજકોટ અને સાહિલ સર્જીકલ હોસ્પિટલ-વાંકાનેરના સહયોગથી મહિલા કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુંડારિયા કેન્સર ફાઉન્ડેશનના તજજ્ઞ રૂચીબેન ઘેટીયાએ બહેનોમાં થતા મુખ્ય બે કેન્સર સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર માટે એચપીવી રસી અને પેપ સ્મિયર ટેસ્ટ વિશે માહિતી આપી હતી.

આવી જ રીતે શ્રી બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ -રાજકોટના તજજ્ઞ જયશ્રીબેન ગોઢાણીયાએ કિડનીના કાર્યો – કિડની ખરાબ થાય ત્યારે તેના લક્ષણો અને સારવાર તથા તેના બે ટેસ્ટ ક્રિએટન ટેસ્ટ અને યુરિન રિપોર્ટ વિશે જાણકારી આપી હતી. જ્યારે કેન્સર નિષ્ણાંત ડો. શ્વેતા વસોયાએ કેન્સરના કારણો, લક્ષણો અને તેમની સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી….

આ તકે વાંકાનેરની સાહિલ સર્જીકલ હોસ્પિટલે ૨૫ વર્ષ પુરા કર્યા ત્યારે ડૉ.મિતુલ પટેલ દ્વારા દરેક પરિવારને દળદાર પુસ્તક ” આરોગ્યની આસપાસ”ની ભેટ આપી હતી. આ તકે દરેક બહેનોનો હિમોગ્લોબીન ટેસ્ટ કરી ઉણપ ધરાવતા બહેનોને ફ્રી દવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેરના સર્જન ડૉ. મિતુલ પટેલ, પાટીદાર સેવા સમાજના મંત્રી જયંતિભાઈ પડસુંબિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!