વાંકાનેર યાર્ડના પુર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદાએ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર-રાજકોટને લેખિતમાં રજૂઆત કરી સરકારના નવા નિર્ણયની વાંકાનેરમાં અમલવારી કરવા માંગ કરી…

તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે અને તેમના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ થાય તે હેતુથી નગરપાલિકા વિસ્તારમાં લોક ફરિયાદ નિવારણ માટે વોર્ડ વાઇઝ બે-બે લોક પ્રતિનિધિઓની નિમણૂક કરવા નિર્ણય કરાયો છે, જે નિર્ણયની વાંકાનેર નગરપાલિકા દ્વારા અમલવારી કરી અને તાત્કાલિક લોક પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવે તેવી માંગ વાંકાનેર કોંગ્રેસ અગ્રણી અને યાર્ડના પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા કરવામાં આવી છે….

બાબતે તેમણે પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓ-રાજકોટને કરેલી પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર નગરપાલિકાને ગેર વહિવટ અને સરકારે નાગરિકોની સુવિધાઓ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ ન કરતાં સુપરસીડ જાહેર કરતાં હાલ નગરપાલિકામાં નાગરિકો દ્વારા ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિઓ નથી ત્યારે સરકારશ્રીના નિર્ણય મુજબ વાંકાનેરના દરેક વોર્ડમાં બે-બે લોક પ્રતિનિધિ નીમવાના હોય,

જેમાં સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવે અને સ્થાનિક જે તે વોર્ડના જ શિક્ષિત અને યુવાન નાગરિકોની પસંદગી કરવામાં આવે તેમજ લોક પ્રતિનિધિ તરીકે 50% મહિલાઓને સ્થાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ વાંકાનેર નગરપાલિકા સુપરસીડ હોય ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિઓની ગેર હાજરીમાં નગરપાલિકા વિસ્તારમાં લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવી કામગીરી સરકારશ્રી દ્વારા નિમાયેલા લોક પ્રતિનિધિઓ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!