પરવાના વાળું હથિયાર આપનાર અને તે હથિયાર સાથેનો ફોટો મુકનાર વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસઓજી ટીમ…

વાંકાનેર વિસ્તારમાં સોસિયલ મિડિયામાં ખોટા સિન-સપાટા કરનાર યુવાનો માટે પોલીસે બોધ રૂપ દાખલો બેસાડ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની યુવાને બીજાની પરવાના વાળી બંદૂક સાથે ફોટો પડાવી સોસિયલ મિડિયામાં મુકતા બાબતે પોલીસે યુવાન અને બંદૂકના માલિક એમ બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઇન્સ્ટાગ્રામમાં વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયાએ યુઝર આઇ.ડી.- mukeshkotdhyas માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય જે બાબત મોરબી એસઓજી ટીમને ધ્યાને આવતા પોલીસ‌ ટીમ પંચાસીયા ગામે જઈને વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા (ઉ.વ. ૨૨, ધંધો-ખેતી રહે. પંચાસીયા) તેમજ હથિયારના પરવાનેદાર હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા (ઉ.વ. ૬૫, રહે.પંચાસીયા)ને પકડી પાડી,

તેમની વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ સાથે જ પોલીસ ટીમે બંને શખ્સો પાસેથી પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ (કિંમત રૂ. ૬૦,૦૦૦) તથા એક મોબાઇલ ફોન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં પીઆઇ એમ. પી. પંડ્યા, પીએસઆઇ કે. આર. કેસરીયા, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, કો. મહાવિરસિહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!