વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ખરાબામાં બોર કરવા બાબતે ચાર શખ્સોનો કાકા-ભત્રીજા પર હુમલો….

0

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બોર કરવા બાબતે કૌટુંબિક કાકા, કાકી અને તેમના બે દિકરાઓએ યુવાન અને તેના કૌટુંબિક કાકા પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં કાકા-ભત્રીજાએ ચાર આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહેતા ફરિયાદી મોમભાઈ નાથાભાઈ ડાભીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ તેના કૌટુંબિક ભત્રીજા રણજીત સાથે વરડુસર ગામની સીમમાં રણજીતની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં બોર કરવા માટે ગયા હોય ત્યારે ત્યાં રણજીતના કૌટુંબિક કાકા એવા આરોપી રાજભાઈ હીરાભાઈ ડાભી, કાકી વેજીબેમ હીરાભાઈ ડાભી તેમના પુત્રો વિશાલ હીરાભાઈ ડાભી અને મહેશભાઈ હીરાભાઈ ડાભી આવી અને કહેવા લાગેલ કે, આ ખરાબો અમારો છે,

તમારે અહીં આવવું નહીં અને બોર પણ કરવો નહીં ‘ જે બાદ ચારેય આરોપીઓએ મળી કાકા-ભત્રીજા પર હુમલો કરી રણજીતને માથામા લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખી માર માર્યો હતો, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 324, 337, 504, 114 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC