વાંકાનેર શહેર નજીક આવેલ શ્રી ગઢીયા હનુમાન દાદા તેમજ ગાત્રાળનું મંદિર-ગઢીયા ડુંગર ખાતે આજરોજ વૃક્ષારોપણ (સ્મૃતિવન) કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ દાતાઓના સહયોગથી સ્વજનોની યાદમાં વૃક્ષદાન કરી પૂજનવિધિ બાદ ગઢીયા ડુંગરના પટરાંગણમાં પ્રકૃતિ વચ્ચે સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું….

વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ મંદિરના પ્રાંગણમાં કુદરતી વાતાવરણ વચ્ચે મુખ્ય દાતાશ્રી શૈલેષભાઈ ઠક્કર (સદસ્ય શ્રી, ગુજરાત ભાજપ વ્યાપાર સેલ), અંકિતભાઈ અનડકર અને જયેન્દ્રસિંહ ઝાલા(જેતપરડા) ને ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઉપસ્થિત પત્રકારો તથા વૃક્ષદાતાઓને પણ આયોજકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા…

આ તકે ગઢીયા હનુમાન મિત્ર મંડળના રવિભાઈ લખતરિયા, ભુતપભાઈ છૈયા, દિપકસિંહ ઝાલા તથા મુગટભાઈ કુબાવત, તેમજ ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!