વાંકાનેર તાલુકાના દલડી-દીઘલીયા ગામ વચ્ચે રેતી-કપચીના ભરડીયામાં ઉપયોગ માટે પાણી ચોરી કરતા શખ્સ સામે ગુનો નોંધાયો….
વાંકાનેર તાલુકાના દલડી-દીઘલીયા ગામ વચ્ચેથી પસાર થતી પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન જોડી પાણીની ચોરી કરતા એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના કારણે વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર પાણી ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકામાંથી પસાર થતી પાણીની લાઇનની મરામત અને દેખરેખ રાખતી કંપનીના કર્મચારી જયપાલભાઇ રમેશચંદ્ર બારડએ ફરિયાદી બની વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી નરેન્દ્ર પોપટભાઇ સોલંકી (રહે. દલડી, તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ જયપાલભાઇ કંપનીના સ્ટાફ સાથે પાઇપ લાઇનમાંથી પાણી ચોરી થતી અટકાવવા માટે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર તાલુકાના દીઘલીયા-દલડી ગામ વચ્ચે રોડની સાઇડમા આવેલ એન.સી. ૩૪ ના ૫૬ નંબરના એરવાલને નુકશાન કરી ગેરકાયદેસર રીતે નળી લગાવી પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું,
જેથી ફરજ પરના કર્મચારીઓ અને લાઇનમેન દ્રારા ગેરકાયદેસર નળી દુર કરવાની કામગીરી કરતા હોય ત્યારે આરોપી નરેન્દ્ર સોલંકી તેનું એકટીવા બાઇક નં. GJ 36 AB 2523 લઇ ત્યાં આવી અને કહેલ કે, ‘ આ નળી મે લગાવી છે, બાજુમાં મારો રેતી-કપચીનો ભરડીયો છે, જેમાં આ પાણી જાય છે. તમો આ નળી કાઢશો નહી ’ તેમ કહી સ્ટાફના માણસોને ખોટા એન્ટ્રોસીટી કેસમાં ફીટ કરાવી દઇશ તેમ કહી કામગીરીમાં અવરોધ ઉભો કરી અને ‘ હુ ક્રાઇમ કંટ્રોલનો મેમ્બર છું, તમને છોડીશ નહી અને પોતાનુ આઇકાર્ડ બતાવ્યૂ હતું ’. આ બાબતેની જે તે વખતે કર્મચારીઓ દ્વારા રોજકામ તેમજ ફોટોગ્રાફી કરવામાં આવી હતી…
જે બાદ તા. ૨૦/૦૬/૨૦૨૩ ના રોજ કંપની સ્ટાફના માણસો તેમજ કંપનીના જનરલ મેનેજર કોમલબેન અડાલજા પાણી ચોરી બાબતે પેટ્રોલીંગમા હોય, દરમ્યાન આ જ સ્થળે હજુ પણ આરોપી દ્વારા ગેરકાયદેસર પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, જેમાં અગાઉ પણ નરેન્દ્ર સોલંકી બે વાર પાણી ચોરી કરતા ઝડપાયેલ હોય,
જેથી બાબતે ફરજ પરના કર્મચારી દ્વારા આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સરંક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ 10(1)(i) તથા 11(6) તેમજ સાર્વજનિક મિલ્કતને નુકસાન અટકાવવા અધિનિયમની કલમ 3 તથા આઇ.પી.સી. કલમ 430 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1