વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલા સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં નોકરી કરતા એક શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવા બાબતના મનદુઃખ માં આશ્રમના મેનેજર પર હુમલો કરી માર મારી બાઇકની લૂંટ ચલાવતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાંથી અમર વાળા નામના શખ્સને નોકરીમાંથી કાઢી મુકવા બાબતે આ વાતનો ખાર રાખી આરોપી અમર વાળા અને અજાણ્યા ત્રણ શખ્સોએ આશ્રમના મેનેજર નીતિન રતિલાલ પરમાર પર પૂર્વ આયોજિત કાવતરું રચી રસ્તામાં હુમલો કરી માર મારી બાઇકની લૂંટ ચલાવી હતી, જેથી આ બાબતે આશ્રમના મેનેજરે આરોપી અમર વાળા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!