વાંકાનેર શહેર નજીક નર્સરી ચોકડી પાસે થાન રોડ પર પસાર થતી એક છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પાછળ બેસેલ મહિલાને ઈજાઓ પહોંચી હતી, જેથી બાઇક ચાલકે આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-થાન રોડ પર આવેલ નર્સરી ચોકડી નજીક પસાર થતી નંબર વગરની છકડો રીક્ષા ચાલકે ત્યાંથી પસાર થતા અશોકભાઇ ચંદુભાઇ દેગામાના બાઇક નં. GJ 36 P 4714 ને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા અશોકભાઈના પત્ની કુસુમબેનને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવમાં અશોકભાઈ દેગામાએ રિક્ષા ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf