વાંકાનેર શહેર ખાતે દાઉદી બહોરા સમાજની સૈફી હેલ્થ કમિટી દ્વારા ગઇકાલે રવિવારે વાંકાનેર શહેરની તાલુકા શાળા નંબર -૨ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરના નાગરિકો તથા બહોરા સમાજની લોકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું….
ડો. સૈયદના મોહમ્મદ બુરહાનઉદ્દીનના મિલાદ મુબારક અને હીસ હાલનેશ ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના મિલાદ મુબારકની ખુશીના મોકા પર દાઉદી બહોરા સમાજની સૈફી હેલ્થ કમિટી દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આયોજીત આ રક્તદાન કેમ્પમાં કુલ ૬૩ બોટલ રક્ત એકત્ર થયું હતું. આ તકે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf