રેકોર્ડ બ્રેક : જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 19.50 લાખમાં વેચાયું….

0

સર્વાધિક રૂ. 19.50 લાખ બોલી સાથે મેદાન ફિરોઝભાઈ ઠાસરીયાના ફાળે, નગરપાલિકાની તિજોરી આવકથી છલકાઈ, ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રાઉન્ડના 8.45 લાખ વધું ઉપજ્યા…

વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની આજે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ 9 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 19.50 લાખની સૌથી ઊંચી બોલી સાથે ફિરોઝભાઈ ઠાસરીયાને ફાળે આવ્યું હતું….

આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ 9 પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં સૌથી ઊંચી રૂ. 19.50 લાખની બોલી ફિરોઝભાઈ ઠાસરીયાએ લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા તેમને આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડ ગત વર્ષે 11.05 લાખમાં વેચાયું હતું, જેમાં આ વર્ષે ગ્રાઉન્ડ 19.50 લાખમાં વેચાતાં નગરપાલિકાને રૂ. 8.45 લાખનો વધારાનો ફાયદો થયો છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt