મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે, વાંકાનેર નેશનલ હાઇવે પર સ્ટાર પ્લાજા, ચંદ્રપુરના નાલા પાસેથી આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત (ઉ.વ. ૨૨, રહે.હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી, મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાન) ને દેશી હાથ બનાવટના એક તમંચા જેની કિં. રૂ.૫,૦૦૦ સાથે ઝડપી પાડી તેના સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt