વાંકાનેરના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા હોવાનું જણાવી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતના નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા,

જેથી બાબતે દિકરીના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 466 તથા 144 મુજબ ચાર મહિના બાદ ફરિયાદ દાખલ કરી હતી, જે બનાવમાં ફરિયાદી પક્ષના એડવોકેટ શકીલ પીરઝાદાની માંગણી બાદ હાલ પોલીસે આ ગુનામાં વધુ ચાર કલમનો ઉમેરો કરાયો છે. જેમાં આરોપીઓ સામે આઇપીસી કલમ 419, 465, 468 તથા 471 દાખલ કરવામાં આવી છે…..

બાબતે ફરિયાદી પક્ષના એડવોકેટ શકીલ પીરઝાદા પાસેથી મળતી માહિતી મુજબ, આ બનાવમાં પોલીસ તપાસમાં નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરનાર વચેટિયા હિસ્ટ્રી શિટર આરોપી રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી તપાસ ચલાવી હતી. જેમાં નકલી ડોક્યુમેન્ટ કોઇ નોટરી વકીલે બનાવેલ હોવાની વાત સામે આવી હોય અને હાલ પોલીસ ઢીલી નીતિના કારણે મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી…

આ સાથે જ આ બનાવમાં ફરિયાદી પક્ષના સક્રિય એડવોકેટ શકીલ પીરઝાદાએ આઇપીસી કલમ 191, 192, 193, 474, 484, 493 કલમ દાખલ કરવા રજૂઆત કરી છે, છતાં પોલીસે હજુ સુધી બાબતે પોલીસે આરોપીઓ સામે ઉપરોક્ત કલમો ઉમેલેર ન હોય, જે ઉમેરવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ આ બનાવમાં ફરિયાદી પક્ષ વાંકાનેર સીટી પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટમાં ગયેલ હોય, જેની આગામી મુદત તા. 02/09 ના રોજ છે.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!