વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક સહિત ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આરોપી કાળુભાઈ શિવાભાઈ ફિસડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા આરોપી કાળુભાઇ શીવાભાઇ ફીસડીયા, હરજીભાઇ નરભેરામભાઇ શીહોરા, પરેશભાઇ લવજીભાઇ નાકીયા અને ગોપાલભાઇ જગાભાઇ ફીસડીયાને તીનપત્તીનો હારજીતનો નશીબ આધારિત જુગાર રમતા રોકડ રકમ રૂ. 33,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!