વાંકાનેર તાલુકાના પાડધરા નજીક આવેલ એક બેલાની ખાણમાં માટી નાખવા આવેલ ડમ્પરની ટ્રૉલી ઇલેક્ટ્રીક વાયરને અડી જતાં આખું ડમ્પર શોર્ટ થયું હતું, જેમાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ‌ શોક લાગવાથી તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ક્યુરેટા કારખાનામાં રહેતા મૂળ એમપીના રહેવાસી સંજયભાઈ હિમતાભાઈ પરમાર (ઉ.વ. ૩૮) તથા પાડધરા ખાણ વિસ્તારમાં રહેતા જાંજભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ. ૩૦) બંને પાડધરા નજીક બેલાની ખાણમાં માટી મોરમ નાખવા ગયા હોય ત્યારે ડમ્પરની ટ્રોલી ઉપર વિજ વાયરને અડી જતાં ડમ્પર શોર્ટ થયું હતું, જેમાં સંજયભાઈ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે જાંજભાઇ પરમારને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!