વાંકાનેર નગરપાલીકાને થોડા સમય અગાઉ ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ બાબતે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી, જેથી આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયા ના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટે માં ૧ર૭૯પ-ર૦રર એસસીએ, ર૭૯પ-ર૦રર, જીજીએસસી-ર૪૦૪ર, ૮પ૮ર૦રર-૬-૧૮૦૪ર અરજી કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદારની અરજી નામંજૂર કરી અઞે નગરપાલિકા સુપસીડ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો….

બાબતે નગરપાલિકાના સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન સુનિલ મહેતા દ્વારા પ્રથમ નીચલી કોર્ટ, બાદ સેસન્સ કોર્ટે અરજી નામંજૂર કર્યા પછી ગુજરાત હાઇકોર્ટમાં સુપરસીડ કરવાના નિર્ણય સામે અરજી કરી હોય જે કેસની સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પર આ અરજીને ફગાવી અને નગરપાલિકા સુપરસીડ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો…..

અત્રે ઉલ્લેખનીય છે કે, ચુંટણી બાદ વાંકાનેર નગરપાલિકામાં 28 પૈકી 24 બેઠક ભાજપ અને 4 બેઠક બસપાના ફાળે ગયેલ, જે બાદ ભાજપના ચૂંટાયેલા સભ્યો પૈકીના 11 સભ્યોએ બળવો કરી પાર્ટીના વ્હીપ વિરુદ્ધ જઈ અને બસપાના સહયોગથી અપક્ષ બોડી બનાવી નગરપાલિકાનો કારોબાર સંભાળ્યો હતો, જેમાં વહીવટી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો તથા કરોડોની સરકારી ગ્રાન્ટ વગર વાપર્યે પરત જતા સરકાર દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીમાં વાંકાનેર શહેર ભાજપ સંગઠન ફરી પુનઃ બળવાખોર સભ્યોને ટીકીટ આપશે કે કેમ ?

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

 

 

 

error: Content is protected !!