ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ અંતર્ગત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર અભ્યાસ કેન્દ્ર દ્વારા ગઇકાલના રોજ વખારિયા ઓડિટોરિયમ, કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો…

આ સમારોહમાં અમરસિંહજી કેમ્પસ ખાતે કાર્યરત BAOU વાંકાનેર અભ્યાસ કેન્દ્ર માં સ્નાતક (B.A…B.com) તથા અનુંસ્નાતક ( MSO,MEG.MGT.) કક્ષાએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના 270 જેટલા અભ્યાસ કેન્દ્રોના વિદ્યાર્થીઓમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે આર્ટસ વિભાગમાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવનાર બાદી રીઝવાનાબેન અબ્દુલરહીમભાઈ તથા કોમર્સ વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર ચાવડા રસીલાબેન સુરેશભાઈ તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજાયેલ તેજ તૃષા સ્પર્ધા 2022માં વાંકાનેર સેન્ટરમાંથી રાસ ગરબા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવનાર 14 વિદ્યાર્થીઓ તથા કોલાઝ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર શેરશિયા શમાબાનું તથા ગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર સાંગધ્રા ડોલીનબેન સહિતના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું….

આ કાર્યક્રમમાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ લલિત ભાઈ મહેતા, માનદમંત્રી અનંતરાય મહેતા, ટ્રસ્ટીઓ, વાલીઓ સહિતનાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ અભ્યાસ દરમિયાન પોતાના પ્રતિભાવો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અભ્યાસ કેન્દ્રના વહીવટી અધિકારી યજ્ઞેશભાઇ ભટ્ટ અને શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!