વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પરથી લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયાં….

0

વાંકાનેર સિટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ ખુલ્લા પટમાં દરોડો પાડી જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ સહિત કુલ રૂ. 12,330 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ ખુલ્લા પ્લોટમાં રાત્રીના બે વાગ્યે જુગારનો દરોડો પાડી જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતા ૧). કાસમભાઈ સલીમભાઈ બસેર, ૨). જુમાભાઈ સલેમાનભાઈ ભટ્ટી,

૩). અસલમભાઈ સેરમામદભાઈ બ્લોચ, ૪). સલીમભાઈ દાઉદભાઈ ઘાંચી, ૫). અલિઅસગરભાઈ ઓસ્માનભાઈ શેખ, ૬). ફકીરમામદભાઈ ઉમરભાઈ રફાઈ‌ અને ૭). ઈકબાલભાઈ ઉસ્માનભાઈ શેખને રોકડ રકમ રૂ. 12,330 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU