રીક્ષા ચાલકને પોલીસ જમાદારે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્ય રાજ સોમાણીને જમાદારના સગાએ ધમકી આપી…
વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં એક રીક્ષા ચાલક સાથે પોલીસ જમાદાર ઝઘડો કરી માર મારતો હોય, ત્યારે આ ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસ જમાદારના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બાબતે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં સીએનજી રીક્ષાના ચાલક કાનાભાઈ દાનાભાઈ ગમારા સાથે પોલીસ જમાદાર વિજયભાઈ કારોતરાએ માથાકૂટ કરી માર મારતા બાબતે કાનાભાઈએ ફોન કરી નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ટ્રાન્સપોર્ટર રાજ કેતનભાઈ સોમાણીને આ બાબતની જાણ કરી હતી, જેથી ફરિયાદી રાજ સોમાણી બનાવ સ્થળે દોડી જઇ ઝઘડો શાંત કરવા પ્રયાસ કર્યો હતો….
જે બાદ આ બનાવમાં પોલીસ જમાદારના સગા સુભાષભાઈ હમીરભાઈ હણ (રહે. કુંભારપરા, વાંકાનેર)નો રાજ સોમાણીને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ‘તમે કેમ બધા ઉપર હાલી જાવ છો, અમારા જમાઈ વિજયભાઈ જમાદાર સાથે કેમ ઝઘડો કરો છો ?, આજે તો રૂબરૂ તમારી હવા કાઢી જ નાખવી છે… ‘ કહી વાંકાનેર માર્કેટ ચોકમાં ધસી આવી ફરિયાદી સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે રાજ સોમાણીએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf