વાંકાનેર શહેર નજીક તાલુકાના હશનપર ગામ ખાતે શક્તિમાતાના મંદિર પાસે ઉછીના રૂપિયા માંગવા મુદ્દે થયેલ મારામારીના બનાવમાં ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બનાવમાં આજે સામાપક્ષે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદી કરમશીભાઇ રવજીભાઇ વાઘેલાએ આરોપી સંજયભાઇ કાન્તીભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ આરોપી પાસે ઉછીના પૈસા માંગતા આરોપીએ ઉછીના પૈસા નહીં, આપી બાદમાં ફરિયાદી રવજીભાઇ આરોપી સંજયભાઈના ઘર પાસેથી નીકળતા આરોપીએ જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી પાવડાના હાથાવતી માથાના ભાગે એક ધા મારી તથા ડાબા હાથના પજા ઉપર એક ધા મારી ઇજા પહોંચાડી હતી, જેથી આ બનાવમાં પોલીસે વળતી પોલીસ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf