વાંકાનેર શહેર નજીક હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા યુવાન પાસે ઉછીના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી હતી, જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીએ તેના ઘર પાસે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો, જેથી યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલ હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ. ૩૬)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કરમશીભાઈ રવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજક રહે. શક્તિપરા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે આરોપીએ તેની પાસે ઉછીના પૈસા માંગતા પૈસા આપવાની તેઓએ ના પાડી હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!