વાંકાનેર તાલુકાના મેસરીયા ગામેથી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ પર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જ્યારે અન્ય ચાર શખ્સો નાસી ગયા હતા જેથી પોલીસે સાત આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રમતા ૧). હરેશભાઇ સોમાભાઇ ભુસડીયા, ૨). ભરતભાઇ ગોવીંદભાઇ રાઠોડ અને ૩). મીઠાભાઇ પાંચાભાઇ મકવાણાને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ૪). સામજીભાઇ સોમાભાઇ કોળી, ૫). ધનાભાઇ ગેલાભાઇ કોળી, ૬). વીનાભાઇ કેસાભાઇ કોળી અને ૭). હસમુખભાઇ દેવગુણભાઇ કોળી પોલીસને જોઈ નાસી ગયા હતા. આ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડ રકમ રૂ. ૧૫,૩૦૦ તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf