વાંકાનર : મિત્ર સાથે મસ્તી કરતા સીડી પરથી નીચે પટકાતાં યુવાનનું મોત….

0

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતો એક યુવાન તેના મિત્રો સાથે મસ્તી કરતો હોય, ત્યારે અકસ્માતે સિડી પરથી નીચે પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરીમાં રહી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની નીરજ વિજયભાઈ ડામોર નામનો યુવાન ફેક્ટરીના લેબર ક્વાટરમાં મિત્રો સાથે મસ્તી કરતો હોય દરમ્યાન સીડી પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા નિરજનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt