વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો રૂ. 1.01 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઢુવા-માટેલ રોડ પર જીઇબી સબસ્ટેશન પાસે પહોંચતા, ત્યાં જાહેરમાં શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળુ વળી જુગાર રમતા શખ્સો પર દરોડો પાડી સાત શખ્સોને રૂપિયા 1.01 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઢુવા-માટેલ રોડ પર આવેલ જીઈબીના સબ સ્ટેશન પાછળ શેરીમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). કરણભાઈ નારણભાઈ મકવાણા, ૨). નિલેશભાઈ પોપટભાઈ ભામાણી, ૩). ધીરજ ઉર્ફે અજય માવજીભાઈ બાવળીયા, ૪). સંજયભાઈ માવજીભાઈ વાળા, ૫). રાજુભાઈ પરસોત્તમભાઈ મકવાણા, ૬). અજયભાઇ સુરેશભાઈ લીંબળીયા અને ૭). વિજયભાઈ ભુપતભાઇ રોજાસરાને રોકડ રકમ રૂ. 11,230 તથા ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,01,230 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt