વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજે શનિવારે રાત્રીના શાને અહલે બયેત કોન્ફરન્સ યોજાશે….

0

કાર્યક્રમમાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી બહોળી સંખ્યામાં મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ….

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઈસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન શરીફ પ્રમાણે પયગંબર સાહેબ અને તેમના ખાનદાનના મહત્વ વિશે બયાન કરવામાં આવશે….

આ કાર્યક્રમમાં વાંકાનેર મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પીર સૈયદ ખુરશીદ હૈદર બાવા, પીર સૈયદ વિઝારતહુશેન બાવા તથા પીર સૈયદ સફદરમશુદ બાવા સાહેબની ખાસ ઉપસ્થિતિમાં મુંબઈથી અલ્લામા મુફ્તી શફીકુલ કાદરી (ખલીફાએ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહંમદ મદની મિયાં સાહેબ અશરફી તથા ખલીફાએ વકારે મિલ્લત સૈયદ સીબતૈન હૈદર બરકાતી સાહેબ) પોતાના અંદાજમાં તકરીર(બયાન) ફરમાવશે, જેથી આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….

કાર્યક્રમની વિગતો…

તારીખ : 12/08/2023, શનિવાર
સમય : રાત્રીના 10 કલાકે
સ્થળ : ઈદ મસ્જિદ ગ્રાઉન્ડ, મું. પંચાસીયા

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt