વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ બે વર્ષનાં દાંમ્પત્ય જીવનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બનાવની વધુ તપાસ ડીવાયએસપી દ્વારા શરૂ કરવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતા મધુબેન જીતેશભાઇ લામકા (ઉ.વ. 24) નામના પરિણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતક મધુબેનના લગ્ન બે વર્ષ પૂર્વે જ થયા હોય જેથી માત્ર બે વર્ષના દાંપત્ય જીવન બાદ મહિલાએ અઘટીત પગલું ભરી લેતા બાબતે ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt