વાંકાનેર તાલુકાના ગારીડા અને પંચાસીયા ગામે પોલીસના જુગારના દરોડામાં આઠ શખ્સો ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પંચાસીયા અને ગારીડા ગામ ખાતે જુગારના બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બાબતે જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ગારીડા ગામે નીશાળ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). ગોપાલભાઇ જાદવભાઇ ડાભી, ૨). વીશાલભાઇ બાબુભાઇ મેઘાણી, ૩). લાલાભાઇ ચંદુભાઇ મકવાણા, ૪). વીજયભાઇ મગનભાઇ ડાભી અને ૫). પુનાભાઇ વશરામભાઇ માલણને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોકડ રકમ રૂ. 3940 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે પંચાસીયા ગામના તળાવની પાળેથી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). દેવાભાઇ રાયમલભાઇ કોંઢીયા, ૨). મહેશભાઇ વલ્લભભાઇ કોંઢીયા અને ૩). સંજયભાઇ ધીરૂભાઇ કોંઢીયાને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 1180 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt