રસ્તામાં મારી સામે કેમ ચાલ્યો ? કહી ગારીયા ગામના ત્રણ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી માર માર્યો…!

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતો એક યુવાન ચાલીને પોતાની વાડીએ જતો હોય ત્યારે રસ્તામાં એક બાઈક ચાલકે ‘ મારી સામે કેમ ચાલ્યો આવે છે ? ‘ કહી ઝઘડો કરી બાદમાં આ સામાન્ય બાબતનો ખાર રાખી દાદાગીરી કરતા ત્રણ શખ્સોએ મળી યુવાન પર તેની વાડીએ જઇ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરિયાદી ઈલ્મુદ્દીનભાઈ હયાતભાઈ માથકીયા(ઉ.વ. ૩૮) નામનો ખેડૂત યુવાન ગત બુધવારે સાંજના સમયે પોતાના ઘરેથી વાડીએ ચાલીને જતો હોય ત્યારે રસ્તામાં આરોપી યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળા(રહે. ગારીયા) પોતાનું બાઈક લઈને સામે આવી યુવાનને ‘ તું મારી સામે કેમ ચાલ્યો આવેશ ? ‘ કહી ઝઘડો કર્યો હતો. જે બાદ ફરિયાદી ત્યાંથી પોતાની વાડીએ હોય ત્યારે ઉપરોક્ત આરોપી અન્ય બે અજાણ્યા શખ્સો સાથે ફરિયાદીની વાડી આવી દાદાગીરી કરી સામાન્ય બાબતનો ખાર રાખી યુવાન પર લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી માર મારી ફરાર થઈ ગયા હતા…

જે બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર લીધા બાદ યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ આરોપી યુવરાજસિંહ વાળા અને બે અજાણ્યા શખ્સો સહિત કુલ ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 324, 504, 506(2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!