ગઈકાલે સવારે એક દિપડો પાંજરે પુરાયો બાદ આજે વહેલી સવારે વધુ એક દિપડો પાંજરે પુરાયો, ગઈકલે એક દિપડાનું અકસ્માતમાં મોત થયું’તું….

વાંકાનેર શહેર નજીક છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા હોવાની નાગરિકોમાં ચર્ચા જાગી હતી જેમાં ગઈકાલે સવારે છ વાગ્યે દિગ્વિજયનગર ખાતેથી એક દિપડો પાંજરે પુરાયો હતો, જે બાદ ગઈકાલે મોડી રાત્રે એક દીપડાનું ગારીડા ગામ નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, જે બાદ આજે વહેલી સવારે 5:30 વાગ્યે વાંકાનેર શહેર નજીક દિગ્વિજયનગર ખાતેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો. જે જોતાં દિપડાઓએ વાંકાનેર વિસ્તારને પોતાનું ઘર બનાવ્યું હોવાનું ફલિત થઇ રહ્યું છે…

બનાવની વાંકાનેર વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ઘણીવાર દિપડા સહિતના જંગલી પ્રાણીઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવે છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર શહેરી વિસ્તારોમાં પણ દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા હતા. જેથી વન વિભાગ દ્વારા દીપડાને કેદ કરવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે સવારે છ વાગ્યે એક દિપડો દિગ્વિજયનગર પાછળથી પાંજરે પુરાયો હતો, જે બાદ વધુ એક દિપડો આજ જગ્યાએથી આજે વહેલી સવારે 5:30 કલાકે પાંજરે પુરાયો છે….

આજે પાંજરે પુરાયેલ દિપડાની ઉંમર પણ અંદાજે ત્રણથી પાંચેક વર્ષની હોય અને દીપડો નર હોવાનું વન અધિકારીએ જણાવ્યું છે. જે રેસ્ક્યુ કરાયેલ દિપડાને અધિકારીઓની સૂચના બાદ અન્યત્ર જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં વાંકાનેર વિસ્તારમાંથી બે દિપડાઓ પાંજરે પુરાયા અને એક દિપડાનું માર્ગ અકસ્માતમાં મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જેથી દિપડાઓએ વાંકાનેર વિસ્તારને પોતાનું ઘર બનાવ્યું હોવાનું ફલિત થાય છે. જેથી હજુ પણ વાંકાનેર વિસ્તારમાં વધુ દિપડાઓ હોવાની શક્યતા દેખાઈ રહી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!