વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને રોકડ રકમ રૂ. 17,100 સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં દરમિયાન વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં આવેલ તળાવના કાંઠે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રમેશભાઇ મીઠાભાઇ મેર (રહે.નાળીયેરી તા.ચોટીલા), ૨). રમેશભાઇ ઉર્ફે દેવો માવજીભાઇ ચૌહાણ (રહે.સરોડી તા.થાનગઢ),

૩). છગનભાઇ રામજીભાઇ ગોરીયા (રહે.સતાપર તા.વાંકાનેર) અને ૪). વનાભાઇ ગેલાભાઇ મેર (રહે.સતાપર)ને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોકડ રકમ રૂ. 17,100 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1