વાંકાનેર શહેર ખાતેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયાં….

0

મનુષ્ય તેમજ પશુ પક્ષીઓ માટે ઘાતક એવા ચાઈનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં ઘણા લોકો છાને-છુપે ચાઈનીઝ દોરીનું ખરીદ-વેચાણ કરતા હોવાથી બાબતે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યભરમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં વાંકાનેરમાં છાનેખુણે ચાઈનીઝ દોરી વેચાઇ રહી હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે કુંભારપરા ગરબી ચોક નજીક દરોડો પાડી આરોપી સંજય ધીરુભાઈ દેગામા પાસેથી મંડપ સર્વિસના ગોડાઉનમાંથી ચાઈનીઝ દોરીની 10 ફીરકી કિંમત રૂ. 3000 સાથે ઝડપી લીધા હતા…

બીજા બનાવમાં અન્ય દરોડામાં પોલીસ ટીમે વાંકાનેર ધર્મ ચોક નજીકથી આરોપી અલ્પેશ જસવંતભાઈ શેખને ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 1 કિંમત રૂ. 300 સાથે ઝડપી લઈ આઇપીસી અને જીપી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1