વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હાઈવે પર વાહન હડફેટે દિપડાનું મોત…..

0

સવારે એક દિપડો પાંજરે પુરાયો અને રાત્રીના બીજા દિપડાનું વાહન અકસ્માતમાં મોત….

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા દિપડાને કેદ કરવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે સવારે એક દિપડો વાંકાનેર શહેર નજીક દિગ્વિજયનગર પાછળથી પાંજરે પુરાયો હતો જે બાદ ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ અન્ય એક દિપડાનું વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હાઈવે પર વાહન અકસ્માતમાં મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર ગારીડા ગામની દરગાહ સામે દીપડો ક્રોસ કરી રહ્યો હોય ત્યારે અચાનક કોઈ વાહનની અડફેટે આવી જતાં દિપડાનું મોત થયું હતું. બાબતે બનાવની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક વન વિભાગ સ્થળ પર પહોંચી મૃત દિપડાને લ ઈ ગયા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1