ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. જેમાં મળતી વિગતો મુજબ રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ હવે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે…

ચૂંટણી પહેલાં ગુજરાતના પાટનગરમાં અનેક સરકારી કર્મચારીઓ પોત પોતાની માંગો લઈને આંદોલન પર ઉતરી આવ્યા હતા. ગાંધીનગરએ આંદોલન નગર હોય તેમ અલગ અલગ જગ્યાએ આંદોલનો ચાલી રહ્યાં હતા. પોલીસ તંત્રએ ગાંધીનગરમાં 144ની કલમ લાગુ કરી હોવા છતાં પણ કોઈ અસર ન હોય તેમ લોકો એકઠા થતા હતા. હવે સરકાર સામે પ્રદર્શનમાં જોડાતા પહેલાં 100 વાર વિચાર કરજો કારણ કે હવે પોલીસ પાસે પાવર આવી ગયો છે.

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે. ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મળી મંજૂરી મળી ગઈ છે. હવે સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે…

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિન પાસે ગયુ હતું. જે બિલને લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત વિધાનસભામા આ બિલ વર્ષ 2021ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી ધારા 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!