વાંકાનેર-લુણસરીયા વચ્ચે ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત….

0

વાંકાનેર શહેર અને લુણસરીયા ગામ વચ્ચેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ગઈકાલ ચાર વાગ્યાની આસપાસ એક યુવાને ત્યાંથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની રેલ્વે પોલીસે નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ સાંજના સવા ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે કી.મી. નં 698/6 બ્રિજ નજીક વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ કોઇ અગમ્ય કારણોસર એક 35 વર્ષીય અજાણ્યા યુવાને પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની રેલ્વે પોલીસ દ્વારા નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે જેથી જો કોઈને મૃતક યુવાન વિશે માહિતી મળે તો તેણે રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહનો મો. 9173555538 પર સંપર્ક કરવો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI