વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા ગઈકાલના રોજ ‘ બાળ ઉછેર, આપણા હાથમાં ‘ વિષય પર બહેનો માટે એક વિશેષ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે મોરબીના ખ્યાતનામ ડો. સતિષભાઈ પટેલ જેઓ મોરબીમાં બહેનો માટે બાળ ઉછેર, બાળક તંદુરસ્ત સ્પર્ધા, આદર્શ માતા કસોટી જેવા કાર્યક્રમો યોજી જાગૃતિ અને જાણકારી માટેની અભિયાન ચલાવી રહ્યા છે તેઓ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું….

આ સેમિનારમાં તેઓએ ઉપસ્થિત બધાને પેરેન્ટિંગની ABCD સમજાવી, બાળકોના માતા-પિતા બનવાની શિખામણ ઉપરાંત બાળકોમાં મોબાઇલના ઉપયોગની આડઅસર તથા બાળકોમાં જંક ફૂડની વિઘાતક અસરો વિશે જાણકારી આપી હતી તેમજ વેક્સિનેશન વિશે પણ તબક્કાવાર સમજ આપી હતી…

વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ સેમિનારમાં વાંકાનેરના પ્રસિદ્ધ ડૉ. મિતુલ પટેલ, ડો.ભીમાણી, ડો. ચિરાગ પટેલ, ડો. પારસ પટેલ તથા પાટીદાર સમાજના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જયંતીભાઈ રાણીપા, શાંતિભાઈ ઘોરીયાણી તથા સર્વે કારોબારી સભ્યો તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પોલમીબેન પટેલ, નિધીબેન પટેલ, પારૂલબેન કારોલીયા, રીટાબેન સવસાણી, મિનલબેન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!