વાંકાનેર તાલુકાના લુણસર ગામમાંથી એક યુવાન ગુમ થયો હોય, જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસે તાત્કાલિક તપાસ ચલાવી અને લાપતા થયેલા યુવાનને હેમખેમ અમદાવાદના કાલુપુર ખાતેથી શોધી કાઢી પરિવારને પુનઃ સોંપી ઉમદા કામગીરી કરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા ગોપાલભાઈ ગેલાભાઈ ધ્રાંગીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે આવીને તેનો ભાઈ નવઘણ ગેલાભાઈ ધ્રાંગીયા તા. ૦૧ જુલાઈના રોજ સવારે આઠેક વાગ્યે માલઢોર ચરાવવા નીકળ્યો હતો, જે માલઢોર રેઢા મૂકી કોઈને કહ્યા વિના જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું…

જેથી વાંકાનેર તાલુકા પીએસઆઈ બી. પી. સોનારાની સુચનાથી ASI હકાભાઇ ચૌહાણ અને કિશનભાઈ મેર તેમજ ટેકનીકલ સોર્સના માધ્યમથી યુવાનની તપાસ ચલાવતા ગુમ થયેલ યુવાન અમદાવાદના કાલુપુર ખાતેથી મળી આવતા તેના વાલી વારસને સોંપી ગણતરીની કલાકોમાં ગુમ યુવાનને શોધી કાઢવામાં સફળતા મળી હતી, જે બનાવ મામલે વધુ તપાસ હકાભાઇ રામજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!