લીંબાળાની ધાર નજીકથી ચોરાઉ બાઈક સાથે મેસરીયા ગામના યુવાનને ઝડપી પાડતી પોલીસ ટીમ…

વાંકાનેર વિસ્તારમાંથી ચોરી થયેલ એક બાઇકના બનાવ બાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરની લીંબાળાની ધાર પાસેથી મેસરીયા ગામના એક શખ્સને ચોરી થયેલ બાઇક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસેથી પસાર થતા એક નંબર પ્લેટ વગરના બાઈકને રોકી પુછપરછ કરતા બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યુ હતું, જેથી પોલીસે બાઇક ચાલક આરોપી અર્શદ હયાતભાઈ વડાવીયા (ઉ.વ. ૧૯, રહે. મેસરીયા, વાંકાનેર)ને સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાથે રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!