વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં આવેલ લેબર ક્વાર્ટરના બીજા માળેથી રમતા રમતા છ વર્ષનું બાળક નીચે પડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ રોસા સીરામીક કારખાનામાં કામ કરતાં અને ત્યાં લેબર કવાર્રમાં રહેતા ખુરશીંગ વસુનીયા નામના શ્રમિકનો છ વર્ષનો દીકરો કાર્તિક લેબર કવાર્ટરના બીજા માળે રમતો હોય, ત્યારે રમતા રમતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!